TERMS & CONDITIONS
Padayatra Sangh Registration
Please read every condition carefully. The registration continues only after your consent and mobile OTP verification.
- ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ સંઘના રસોડાના સીધા-સામાન લઈ જતા વાહનો પૈકી ફક્ત માન્ય વાહન પાસ ધરાવતા વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.
- વાહન પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વાહનને પ્રવેશ આપવામાં આવશે નહીં.
- ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વાહન નંબર માટે જ વાહન પાસ આપવામાં આવશે.
- પદયાત્રા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાશે નહીં.
- જિલ્લા વહીવટીતંત્ર, બનાસકાંઠા તથા પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- સંઘમાં આવનાર તમામ પદયાત્રીઓની સંપૂર્ણ માહિતી, જેમ કે નામ, સરનામું તથા સંપર્ક નંબર વગેરે, સંઘના મુખ્ય જવાબદાર વ્યક્તિ પાસે રાખવી ફરજિયાત રહેશે.
- સંઘના સંચાલકોએ પોતાની ઓળખ માટે જરૂરી ઓળખપત્ર સાથે રાખવા ઇચ્છનીય રહેશે.
- પદયાત્રાના માર્ગમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ સંઘ દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
- પદયાત્રી સંઘને ઇસ્યુ કરાયેલા વાહન પાસ પૈકી ખાનગી વાહનોને માત્ર નિયત કરાયેલ વી.આઈ.પી. પાર્કિંગ સુધી જ પ્રવેશ આપવામાં આવશે. અંબાજી ગામ તથા વાહન પ્રતિબંધિત વિસ્તારમાં ખાનગી વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
- સંઘના રસોડાનો સીધા-સામાન લઈ જતા અને ઓનલાઈન વાહન પાસ મેળવેલ કોમર્શિયલ વાહનો, જેમ કે ટ્રેક્ટર, છોટા હાથી, ટેમ્પો, મિની ટ્રક વગેરેને જ અંબાજી ખાતેના નિયત સ્થળ સુધી પ્રવેશ આપવામાં આવશે. ખાનગી અથવા પેસેન્જર વાહનોને અંબાજી ગામ કે વાહન પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
- અંબાજી આસપાસનો વિસ્તાર ડુંગરાળ, ઢોળાવયુક્ત અને જોખમી માર્ગો ધરાવતો હોઈ ટ્રેક્ટર, ટ્રેઇલર જેવા વાહનોમાં મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવે છે.
- ઓનલાઈન ઇસ્યુ કરાયેલ વાહન પાસની પ્રિન્ટ નકલ વાહનના આગળના કાચ ઉપર સ્પષ્ટ રીતે ચોંટાડવાની અથવા વાહનમાં સાથે રાખવાની રહેશે. વાહન ચકાસણી પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે વાહન પાસ રજૂ કરવાનો રહેશે.
- પદયાત્રી સંઘના તમામ સભ્યોએ માર્ગ સલામતી, ટ્રાફિક નિયમન તથા જાહેર વ્યવસ્થાને અસર ન થાય તે રીતે વર્તન કરવાનું રહેશે.
- માતાજીના દર્શને આવતા તમામ ભક્તોને નમ્ર વિનંતી છે કે પોતાના ગામે ઓછામાં ઓછું એક વડ અથવા પીપળાનું વૃક્ષ તથા પાંચ દેશી વૃક્ષોનું વાવેતર કરી તેના ઉછેરનો સંકલ્પ લઈ માતાજીના દર્શનાર્થે પધારે.
